અમે,
શ્રેષ્ઠ આરોગ્ય અને ઉચ્ચતમ માનવતા માટેના નિષ્કામ સેવાવર્તી પથિક.

ઉમાંશ ફાઉન્ડેશન આપને આવકારે છે.
જન્મથી મૃત્યુ સુધી માનવ સાથે કોઇ એક તત્વ અવિરત જોડાયેલું હોય તો તે છે, માનવનું આરોગ્ય. જ્યારે તંદુરસ્તી કથળે છે ત્યારે જગતની કોઇ વસ્તુ માનવીને સુખ-શાંતિ આપી શકતું નથી. એટલેજ કેહવાય છે કે 'પહેલુ સુખ તે જાતે નરવા'. વધતા જતા મેડિકલ ખર્ચના આ યુગમાં જ્યારે કોઇ જરૂરિયાતમંદ માનવ બીમાર પડે ત્યારે આર્થિક સંકડામણ દર્દી ની પીડા ને 'ન સહી શકાય, ન રહી શકાય' ની કફોડી સ્થિતિમાં મૂકી દે છે. દર્દીની દર્દની પીડા તો આપણે લઇ ના શકીએ, પરંતુ તેને દર્દમાંથી છુટકારો આપતી તબીબી સારવારના ખર્ચમાં સમાજના સામધ્યવાન લોકો સહયોગ આપી માનવતાનો શ્રેષ્ઠ ધર્મ બનાવી જરૂર શકે છે. દર્દી ની સેવાને એટલે જ પ્રભુ સેવા સમક્ષ ગણવામાં આવી છે. સમાજની કોઇ વ્યક્તિ માત્ર આર્થિક સંસાધનના અભાવે તબીબી સારવાર થી વંચિત રહી દર્દથી પીડાતો ન રેહવો જોઈએ. આ ધ્યેય અને લક્ષ્ય સાથે અમે જરૂરિયાતમંદ દર્દી અને દર્દીને નારાયણ સ્વરૂપ ગણી આરોગ્ય માટે દાન આપવા સમાજના સામર્થવાન શ્રેષ્ઠીઓ વચ્ચે ઉમાન્શ ફાઉંડેશન ના માધ્યમથી એક સેતુ બનાવનો નિર્ધાર કર્યો છે. સમાજના અનેક માનવતાવાદી દાતાઓને જરૂરિયાતમંદ દર્દીની વિગતો મળે અને દર્દીને મેડિકલ સારવાર માટે આર્થિક સહયોગ મળે તે માટેનું અમે ઉત્કૃષ્ટ મધ્યમ બની રહિએ. આવો, આપણે સાથે મળીને આરોગ્યપ્રદ અને સુદૃઢ સમુદાયના નિર્માણને યજ્ઞમાં આહુતિ આપીયે.